37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપ્યા,17 મહિના બાદ મનીષ સીસોદીયા આવશે જેલની બહાર


દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. દિલ્હી લિકર પૉલીસી કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે.જામીન માટે કોર્ટે કેટલીક શરતો મૂકી છે. કોર્ટે કહ્યું કે, સિસોદિયાએ પોતાનો પાસપૉર્ટ સરેન્ડર કરવો પડશે.તેમજ દર સોમવારે તપાસ અધિકારીને રિપોર્ટ કરવાનો રહેશે.

કઈ શરતે જામીન ?

રૂપિયા 10-10 લાખના બે જામીનદારો પર જામીન

પાસપૉર્ટ જમા કરાવવો

દર અઠવાડિયે સોમવારે તપાસ અધિકારીને રિપોર્ટ કરો

સાક્ષીઓને પ્રભાવિત કરશો નહીં

EDએ દિલ્હી સચિવાલય ના જવાની શરત લગાવવાની માંગ કરી, પરંતુ કોર્ટે નકારી દીધી….

સુપ્રીમ કોર્ટે જામીન આપતાં કહ્યું કે, ‘મનીષ સિસોદિયા સમાજના સન્માનિત વ્યક્તિ છે… અને તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી… આ કેસમાં મોટાભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે… અને છેડછાડની કોઈ શક્યતા નથી…

જામીન મળ્યા બાદ મનીષ સિસોદિયાના વકીલ હૃષિકેશ કુમારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે. મનીષ સિસોદિયા 17 મહિના જેલમાં રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે EDએ કહ્યું કે, આ ટ્રાયલ 6-8 મહિનામાં ખતમ થઈ જશે, એવું લાગતું નથી. EDના આરોપને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મનીષ સિસોદિયાએ ટ્રાયલમાં વિલંબ કર્યો નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -