મહિલા એશિયા કપ 2024માં શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની છે. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ 61 અને હર્ષિતા સમરવિક્રમાની અણનમ 69 અડધી સદીની મદદથી શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપની ફાઇનલમાં ભારતને મહિલા ક્રિકેટ ટીમ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.
ભારત તરફથી મંધાનાએ અર્ધ સદી ફટકારીહતી.
દાંબુલામાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.ત્યારબાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝે 29 અને રિચા ઘોષે 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કવિશા દિલહારીએ 2 વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ 19 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ તરફથી કવિશા દિલહારી 30 રન બનાવ્યા બાદ અણનમ રહી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ એક વિકેટ લીધી હતી. એક બેટર રન આઉટ થયો હતો.

