35.6 C
Ahmedabad
Friday, March 6, 2026

પેરિસ ઓલિમ્પિક્સ : મનુએ મેડલનુ ખાતું ખોલ્યું, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો


મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું ખોલાવ્યું છે. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં 221.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં, મનુએ શરૂઆતથી જ ત્રીજું સ્થાન જાળવી રાખ્યું અને માત્ર ત્રીજું સ્થાન હાંસલ કર્યું.

આ ઇવેન્ટના ગોલ્ડ અને સિલ્વર મેડલ દક્ષિણ કોરિયાના બે ખેલાડીઓએ જીત્યા.

ઓહ યે જીને 243.2ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ અને કિમ યેજીએ 241.3ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

મનુ ભાકર પણ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી હતી. શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. આ સાથે તેણે શૂટિંગમાં ભારતના 12 વર્ષના મેડલના દુકાળનો પણ અંત કર્યો. ગગન નારંગ અને વિજય કુમારે 2012 લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીત્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -