ગાંધીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમા ચોમાશું હોવાં છતાં જેવો જોઈએ તેવો વરસાદ પડતો ન હતો. જોકે 24 જુલાઈ બુધવારે બપોરે મેઘરાજા મહેરબાન થયા હતા. અને જિલ્લામાં લગભગ સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી.

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ શહેર તેમજ તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. દહેગામ તાલુકાના રખિયાલ, ભાદરોડા, ઉદણ, વાસણા ચૌધરી, પાટનાકુવા, બાબરા, ખાનપુર,સામેત્રી, જીંડવા, બબલપુરા. સાંપા, લીહોડા, પીમ્પલંજ, લેહરિપુરા, હાલીસા.. નાંદોલ, ધારીસાણા, પટેલપુરા,સગદલપુર, બદપુર, મટાવાળા કંપા, જાળીયામઠ, સાણોદા, પાલૈયામાં વરસાદ પડ્યો હતો. તો ગાંધીનગર જિલ્લાનાં દશેલા, ગીયોડ, પેથાપુર સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. વરસાદી માહોલ રખિયાલ સહિતનાં કેટલાક ગોમોમાં વીજળી ગુલ થઈ જતા બફારાથી લોકો ત્રસ્ટ થઈ ગયા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર જિલ્લાનાં કેટલાક રખિયાલ સામેત્રી સહિતના ગામોમાં મેઘરાજાના રીસામણા જોવા મળી રહ્યાં હતા. પરંતુ આજે સર્વત્ર વરસાદી માહોલ છવાતા પશુપાલકો તેમજ મગફળીનું વાવેતર કરનારા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

