32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

T20 વર્લ્ડ કપ : બીસીસીઆઈએ વિશ્વ વિજેતા ટીમ માટે ઇનામની કરી જાહેરાત, જય શાહે તમામ ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન


બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને બીજી વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. BCCI સચિવ જય શાહે શનિવારે T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ અસાધારણ પ્રદર્શન કરીને તેમના ટીકાકારોને ચૂપ કરી દીધા છે.

જય શાહે ઈનામની જાહેરાત કરી હતી

BCCI સેક્રેટરી જય શાહે T20 વર્લ્ડ કપની વિજેતા ટીમને 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. જય શાહે X પર લખ્યું, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા મને આનંદ થાય છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -