બિહાર-બંગાળ બોર્ડર પાસે ટ્રેન અકસ્માત થયો હતો. સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ (13174)ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાંજનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. રેલવેની ટીમે તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રંગા પાણી અને નિજબારી પાસે થયેલા અકસ્માતમાં ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. રેલ્વે ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અધિક પોલીસ અધિક્ષક અભિષેક રોયે કહ્યું કે સ્થિતિ હજુ પણ ગંભીર છે. કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં 15 લોકોના મોત થયા. જ્યારે 60 લોકો ઘાયલ થયા હતા.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ટ્રેન દુર્ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટનાના પીડિતોને આપવામાં આવતી એક્સ-ગ્રેશિયાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મૃતકના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5-2.5 લાખ રૂપિયા અને નાની ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

