36 C
Ahmedabad
Tuesday, April 21, 2026

NEET-UG: પેપર લીકના કોઈ પુરાવા નથી’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું- કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન નહીં થવા દઈએ


1563 ઉમેદવારોના ગ્રેસ માર્કસ રદ કર્યા, 23 જૂને ફરી પરીક્ષા’,સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે તે NEET-UG 2024 ની કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકશે નહીં. કોર્ટે કહ્યું કે કાઉન્સેલિંગ ચાલુ રહેશે. અમે તેને રોકીશું નહીં. પરીક્ષા હશે તો બધું બરાબર થઈ જશે એટલે ડરવા જેવું નથી.

NEET પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે NEET-UG 2024ના 1,563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ (ક્રિપૅન્ક) આપવાનો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આવા ઉમેદવારોને 23 જૂને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો વિકલ્પ આપવામાં આવશે. તેનું પરિણામ 30 જૂને આવશે. MBBS, BDS અને અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ 6 જુલાઈથી શરૂ થશે. આવી સ્થિતિમાં, હવે વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ હશે કે તેઓ ફરીથી પરીક્ષા લેવા માગે છે અથવા ગ્રેસ માર્કસ વિના કાઉન્સિલિંગમાં હાજરી આપવા માંગે છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, અનિયમિતતાના આરોપોના આધારે NEET-UG 2024ને રદ કરવાની માંગણી સહિતની તમામ અરજીઓની સુનાવણી 8 જુલાઈએ થશે.

કાઉન્સેલિંગ પર કોઈ પ્રતિબંધ નથી.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે તે NEET-UG 2024 ની કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકશે નહીં. કોર્ટે કહ્યું કે કાઉન્સેલિંગ ચાલુ રહેશે. અમે તેને રોકીશું નહીં. પરીક્ષા હશે તો બધું બરાબર થઈ જશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET પરીક્ષાનું પેપર લીક થવાના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે ‘NEET પરીક્ષામાં પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી. NDAમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો નથી. તે ખૂબ જ વિશ્વસનીય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટ મામલાની સુનાવણી કરી રહી છે અને અમે તેમના આદેશનું પાલન કરીશું. અમે સુનિશ્ચિત કરીશું કે કોઈ વિદ્યાર્થીને નુકસાન ન થાય.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -