38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પીએમ મોદીએ દેશના ખેડૂતોને ખુશ કરી દીધા..જાણી લો ખેડૂતોને શું આપી ભેટ?


સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. સોમવારે (10 જૂન) PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.

PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.

શું કહ્યું પીએમ મોદીએ?

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.

વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -