31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ભારતે અશક્યને શક્ય બનાવ્યું, છેલ્લી બે ઓવરમાં મેચનો પલટો કર્યો, પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું


ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને છ રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાતી હતી. એક સમયે 14મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 80 રન હતો. આ પછી મેચમાં પલટો આવ્યો. રિઝવાન-શાદાબ આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહ 19મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર ત્રણ રન આપીને ઈફ્તિખારની વિકેટ લીધી હતી. પાકિસ્તાનને 20મી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. જોકે, અર્શદીપે માત્ર 11 રન આપીને ઈમાદ વસીમની વિકેટ લીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ અશક્યને શક્યમાં બદલી નાખ્યું. ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ બુમરાહ-અર્શદીપ, સિરાજ અને હાર્દિકની ઝડપી બોલિંગ ચોકડીએ ભારતને મેચ જીતાડ્યું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -