ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદી સરકાર સામે ન તો કોઈ નોંધપાત્ર અસંતોષ છે કે ન તો કોઈ મજબૂત વિકલ્પ છે. પ્રશાંત કિશોરે કહ્યું, મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ 2019ની 303 સીટો કરતા નજીક અથવા વધુ સીટો જીતી શકે છે.
ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પીકેએ કહ્યું, મને લાગે છે કે મોદીની આગેવાની હેઠળની ભાજપ સત્તામાં પરત ફરી રહી છે. તેઓને છેલ્લી વખત કરતાં સમાન અથવા થોડી વધુ બેઠકો મળી શકે છે. બીજેપીના 370 સીટોના ટાર્ગેટના સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે, જો ભાજપ 275 સીટો જીતે છે, તો તેના નેતાઓ એમ નહીં કહે કે તેઓ સરકાર નહીં બનાવે, કારણ કે તેઓએ 370 સીટો જીતવાનો દાવો કર્યો છે. ભાજપ બહુમતીનો આંકડો પાર કરે છે કે નહીં તે જોવાનું છે. પરંતુ મને નથી લાગતું કે ભાજપની સત્તામાં વાપસીમાં કોઈ ખતરો છે.
‘ભાજપને 370 બેઠકો નહીં મળે તો
આટલું જ નહીં, પ્રશાંત કિશોરે ભાજપના 370 બેઠકોના દાવાને સ્માર્ટ ચાલ ગણાવી હતી. તેમણે કહ્યું, આનાથી ચૂંટણીની ચર્ચા બદલાઈ ગઈ. જો કે, પીકેએ કહ્યું, “જ્યારે કોઈ કંપની પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે હોય છે અને સારું પ્રદર્શન કરવા છતાં તે તેના પર ખરી ઉતરતી નથી, તો તેની અસર શેરબજાર પર જોવા મળે છે. તેવી જ રીતે જો ભાજપને 370થી ઓછી બેઠકો મળે છે, તો તે એક વિષય બની શકે છે.” ચર્ચા અને તેની અસર પણ બજાર પર જોવા મળી શકે છે.
પીકેએ કહ્યું, “છેલ્લા 3-4 મહિનામાં ચર્ચા 370 અને 400થી આગળ ચાલી રહી છે. તેને ભાજપની વ્યૂહરચના ગણો કે વિપક્ષની નબળાઈ પણ ભાજપે પોતાનો ટાર્ગેટ 272થી 370 સુધી બદલી નાખ્યો છે. જેનો ફાયદો ભાજપને થયો છે. હવે કોઈ એવું નથી કહેતું કે મોદીજી હારી જશે, બધા કહી રહ્યા છે કે તેમને 370 સીટો મળશે કે નહીં

