શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસડેરીના ચેરમેન બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોની સ્વાસ્થની ચિતા કરી એવા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના અથાક પ્રયત્નો થકી પુરા ભારતભરની પશુપાલકોની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની તબીબી સારવાર આપવામાં મોખરે છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના આંત્રોલી ગામના ૩૫ વર્ષીય કિસ્મતબાં ચોહાણ ને છેલ્લા સાતેક વર્ષથી ખેંચ (વાઈ) ની ગંભીર પ્રકારની બીમારીથી પીડિત હોઈ પાલનપુર અમદાવાદ સહિતની અલગ અલગ મોટી નામાંકીન હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી પરંતુ બીમારીનું નક્કર પરિણામ ના મળતા અવારનવાર ખેચનો હુમલો આવતા પરિવાર ભયભીત બની જતો હતો અગાઉ પણ ખેચની બીમારીને લીધે પરિવારે પ્રાયવેટ હોસ્પિટલોમાં લાખો રૂપિયાનું ખર્ચ કરી પૈસાનુ પાણી કરી નાખ્યું છતા પરિણામ ન મળતા પશુપાલક પરિવાર ઉપર મોટો નાણકીય બોજ આવી પડ્યો હતો ભયભીત બનેલા પરિવારે ગત ૪ એપ્રિલના રોજ સાજે અંદાજીત ૪ કલાકે માતા તેમજ પુત્રને ખેચની અસર ચાલુ થતા પારિવારજનો દ્વારા પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમાસેન્ટર ખાતે પ્રાયવેટ વાહન મારફતે લાવવામાં આવ્યા હતા ત્યારે પણ મહિલાને ખેચની આવવાની અસર ચાલુ હોંઈ તબીબો દ્વારા કેશની ગંભીરતા જોતા તાત્કાલિક ખેચ બંદ કરવાના જરૂરી ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સારવાર બાદ ખેચ બંધ થતા મહિલા દર્દીની હાલત નાજુક દેખાતા તબીબોની ટીમ દ્વારા દર્દીના ખેચની બીમારીનું કારણ શોધવાની કોશિષ કરતા પરિવાર માંથી જાણવા મળ્યું કે મહિલા દર્દી છેલ્લા સાતેક વર્ષથી ખેચની બીમારીથી પીડિત હતું વધુમાં માતાની સાથે જન્મ થયાના એકાદ વર્ષ પછી પોતાના પુત્ર પણ ખેચની બીમારીનો ભોગ બની ચુક્યો હતો. હાલમાં પુત્રની ઉંમર સાત વર્ષની છે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે માતાની સાથોસાથ પુત્રને પણ ખેચની અસર થતા એકજ દિવસે માતા તેમજ દીકરાને સારવાર માટે દાખલ કરાયા હતા.
સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનીલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ મેડીસીન વિભાગના ડો. ફહીમ મેમણ,ડો મુબીન સિંધી,ડો ભાવિક ત્રિવેદી દ્વારા મહિલા દર્દીને દાખલ કરી અગાઉના તમામ રીપોર્ટ તપાસી સિવિલ હોસ્પિટલ ખાતે ખેચની બીમારીનું કારણ જાણવા માટે નવીન રીપોર્ટ કરવામાં આવતા દર્દીના મગજની અંદર કેલ્સીફિકેશન જોવા મળેલ અને બીજા રીપોર્ટ જોતા લોહીમાં કેલ્સીયમનું પ્રમાણ પેસાબ માં કેલ્સિયમનું પ્રમાણ લોહીમાં ફોસ્ફેટનું પ્રમાણ જોવા મળતા રીપોર્ટના આધારે બીમારીનું નક્કર કારણ સ્યૂડોહાઈપોપેરાથાઈરોઈડીઝમ નામની બીમારી હોઈ તેની સારવાર હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને આ પ્રકારની બીમારી લાખો માં એકાદ વ્યક્તિમાં જોવા મળતી હોય છે દર્દીના લક્ષણો જોતા આ એક મગજની બીમારી છે લોહીની અંદર પેરાથાયરોઈડ હોર્મોનનું અવરોધ વધી જતા તે કામ કરી શકતું નથી અને લોહીમાં કેલ્સીયમનું પ્રમાણ ઘટી જતા જેને આપણે વાઈ તેમજ ખેચના નામે જાણીએ છીએ ખાસ કરીને કેટલા કિસ્સામાં આં બીમારી વારસાગત રીતે પણ જોવા મળી હોય છે.આવા એક કિસ્સામાં સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે માતા અને પુત્રને ચાર દિવસની સફળ સારવાર બાદ રજા આપવામાં આવતા પરિવારે સિવિલ હોસ્પિટલ પરિવાર ડોક્ટર તેમજ નર્સિંગનો આભાર વ્યક્ત કર્યો હતો..

