25.3 C
Ahmedabad
Sunday, March 8, 2026

બિપરજોય વાવાઝોડ જમીન ધોવાણ સહાય આપવામાં સરકારે ખોટી નીતિ બનાવી છે : મુકેશ આંજણા


દેશ-રાજ્યમાં હાલની સરકારની દમનકારી નીતિના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન છે. આજે સરકારની ખૂબ જ ખરાબ નીતિના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે આવી ગયો છે. ધાનેરામાં આવેલ બિપરજોય વાવાઝોડના કરણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થયું હતું પણ સરકારે ખેડૂતોને સહાય કરવામાં અન્યાય કરવામાં આવ્યો છે. જેમાં ધોવાણની સહાય ચૂકવવામાં મોટા પાયે ખેડૂતોને નુકશાન થયું છે તેઓને અન્યાય કરી રહી છે તેવા આરોપ સાથે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણા આરોપ સાથે ધાનેરા પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું હતું.

ગજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા કહ્યું હતું કે

બિપરજોય વાવાઝોડના કારણે અનેક રીતે ખેડૂતોને નુકશાન થયું હતું. પરંતુ હાલની સરકારની ખેડૂતો વિરોધી નીતિ હોવાના લીધે બધી બાબતે અન્યાય થઈ રહ્યો છે. બિપરજોય વાવાઝોડામાં જે બે હેકટર કરતા વધુ જમીન ધરાવતા ખેડૂતોને નુકશાન થયું છે તેઓને સહાયથી વંચિત રાખવાનું સરકારે નક્કી કર્યું છે તે નીતિમાં સુધારો કરીને તમામ ખેડૂતોને સમાવેશ કરવામાં આવે અને જમીન ધોવાણની સહાય ચુકવવા માટે નીતિ બનાવવા આવે એવી ખેડૂતોની માંગણી છે. સરકાર શ્રીને રજૂઆત છે કે બિપોરજોય વાવાઝોડામાં જે તમામ ખેડૂતોને નુકશાન થયું છે તેઓને સહાય આપવામાં આવે તેવી રજૂઆત છે.

વધુમાં તેઓએ કહ્યું હતું ભૂતકાળમાં જયારે અતિશય ભારે વરસાદના કરણે ખેડૂતોને નુકશાન થયું હતું ત્યારે પણ પ્રતિ હેકટર પ્રમાણે સહાય ચૂકવામાં આવી હતી. આ બિપરજોય વાવાઝોડામાં નુકશાન થયેલ છે જેમાં તમામ ખેડૂતોને પ્રતિ હેકટર પ્રમાણે ચોક્સનીતિ બનાવીને સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે.સરકાર જો ખેડૂતોની માંગ પુરી કરશે નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -