ખેડૂતોની દિલ્હી કૂચ દરમિયાન અનેક પ્રકારના સમાચાર અને અફવાઓ ફેલાઈ રહી છે. આ દરમિયાન 23 વર્ષના યુવકના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેને હરિયાણા પોલીસે અફવા ગણાવી છે. હરિયાણા પોલીસે 3.30 વાગ્યે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું કે હજુ સુધી તેમની પાસે કોઈના મૃત્યુ અંગે કોઈ માહિતી નથી. પોલીસે તેને અફવા ગણાવી છે. હરિયાણા પોલીસે ટ્વિટમાં કહ્યું છે કે, ‘અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ખેડૂતોના આંદોલનમાં કોઈ ખેડૂતનું મોત થયું નથી. આ માત્ર અફવા છે. માહિતી છે કે દાતા સિંહ ખાનોરી બોર્ડર પર બે પોલીસકર્મી અને એક પ્રદર્શનકારી ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.
ખેડૂત નેતા દલ્લેવાલે કહ્યું- બાળક શહીદ થઈ ગયો
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે અમે આગળ વધ્યા, સરકારે અમને વાતચીત માટે આમંત્રણ આપ્યું. સરકાર અમારી વિરુદ્ધ અભિયાન ચલાવે છે. તેમણે કહ્યું કે ખેડૂતનો દાવો છે કે 23 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. અમે પછી દિલ્હી જઈશું, પહેલા અમારી જવાબદારી શહીદ થયેલા બાળક પ્રત્યે છે.

