અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળની બહાદુરી ફરી જોવા મળી. ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં છેલ્લા 24 કલાકમાં બે જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા છે. આટલું જ નહીં, નેવીએ એક જહાજમાંથી 19 પાકિસ્તાનીઓને અને બીજા જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરને પણ બચાવ્યા છે.
ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીએ અરબી સમુદ્રમાં બે જહાજોને હાઇજેક થતા બચાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ રવિવારે સૌથી પહેલા ઈરાની જહાજ એફબી ઈરાનને હાઈજેક થતા બચાવ્યું હતું. આ પછી અરબી સમુદ્રમાં જ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને અલ નૈમી નામના જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ ભાગ લીધો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આઈએનએસ સુમિત્રાએ બીજું સફળ એન્ટી-પાયરસી ઓપરેશન કર્યું. આ ઓપરેશનમાં ક્રૂના 19 સભ્યો અને જહાજને સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા હતા.

