ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે ગાય સમસ્ત સંસારની માતા છે.. ગાય ભલે પ્રાણી છે પણ જે ઘરમાં ગાય હોય છે તે ઘરનાં બધા જ વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે.
ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.. શાસ્ત્રો અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે.. જે ગાયની સેવા કરે છે તેની ઉપર બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે.. પરંતુ કેટલીવાર ગાયોનાં મોતથી ગૌ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળે છે..આવો જ એક કિસ્સો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે બન્યો હતો..જ્યાં એક ગાયનું મોત થતા ગૌ પ્રેમીઓ દુઃખી દુઃખી થઈ ગયા હતા..ત્યારે રાષ્ટ્રીય ગૌરક્ષક સંઘ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ મહિલા પ્રકોષ્ઠ તનુબેન પટેલ દ્રારા મૃતક ગાયની દફન વિધિ કરવામાં આવી હતી….

દહેગામ રખિયાલ રોડ ઉપર રેલવે પાટા પાસે આઠ દિવસ બીમાર રહીને મૃત્યુ પામી હતી…જોકે તનુબેન પટેલ દ્વારા ગાયને સાજી કરવાનાં તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા… પરંતુ સફળતા મળી નહતી…. ગાયનો માલિક પણ ગાયને મૂકીને જતો રહ્યો હતો..અંતે રાષ્ટ્રીય ગૌ રક્ષક સંઘ ગાંધીનગર જિલ્લા અઘ્યક્ષ પ્રકોષ્ઠ તનુબેન પટેલ દ્વારા ગાયની દફનવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ હિન્દુરિવાજ મુજબ ગાયની દફનવિધિ કરવામાં આવી હતી… તનુબેન પટેલનો ગાયો પ્રત્યેનો પ્રેમ જોઈને સૌ કોઈ ઍ તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા..

