24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને જોતા TATની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી


બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની તા.૧૮મી જૂને યોજાનાર મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. TAT(S)ની મુખ્ય પરીક્ષા હવે તા.૨૫ જુન ૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષા આગામી તારીખ ૧૮ જૂન ૨૦૨૩ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી છે. હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા તા.૨૫ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે જણાવ્યું છે.

આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.

વાવાઝોડાના કારણે દરિયાઈ વિસ્તાર ઉપરાંત થંડરસ્ટ્રમ એક્ટિવિટી જોવા મળી શકે છે. આ ઉપરાંત ભારેથી અતિભારે દરીયા કિનારા સિવાયના વિસ્તારમાં પણ જોવા મળી શકે છે. જેથી આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચન આપવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -