24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બિપોરજોયના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારની 350 બસોના પૈડા થંભી ગયા, 15 જૂન સુધી રુટ રહેશે બંધ


બિપોરજોયના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારની 350 બસોના પૈડા થંભી ગયા, 15 જૂન સુધી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રભાવીત રુટની બસો 15 જૂન સુધી બંધ રહેશે.

બિપોરજોયની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ત્યારે પોરબંદર, માંગરોળ અને અન્ય વિસ્તારોમાં રૂટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં કુલ 350 બસો થંભાવી દેવામાંઆવી છે. આ તમામ રૂટ 15 જૂન સુધી બંધ રહેશે. સૌરાષ્ટ્રની તમામ લાંબી મુસાફરી ટુંકાવી દેવામાં આવી છે. તમામ ડેપો અને સ્ટેશનો પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ચક્રવાતને લઈને એસટી વિભાગે પણ પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચ્છ, ભુજ, જામનગર, અમરેલી સહિતના 15 ટકા વિસ્તારોમાં સંચાલન બંધ છે. આ ઉપરાંત બસો પર લાઈવ મોનિટરીંગ પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ સિવાય લાઈવ મોનિટરિંગ દરમિયાન ફોન કરીને સતત અપડેટ લેવામાં પણ આવી રહી છે.

બિપોરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી રહ્યું છે. ત્યારે વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં દરેક ગતિવિધી પર નજર રાખવામાં આવી રહી છે. બસોની સાથે સાથે કેટલીક ટ્રેનોના રુટ પણ થંભાવી દેવામાં આવ્યા છે. આ સાથે વિઝિબિલીટી જેવી સમસ્યા આવી શકે છે. જેથી ફ્લાઈટોના રુટમાં પણ ચેન્જિસ કરવામાં આવ્યા છે. તો કેટલીક ફ્લાઈટો પણ ચક્રવાત દરમિયાન બંધ રહેશે. આમ ટ્રાન્સપોર્ટ પર પણ સંપૂર્ણ ધ્યાન સુરક્ષાને લઈને રાખવામાં આવી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -