Mobile Number For Billing: જો તમને કોઈપણ સ્ટોર પર બિલિંગ દરમિયાન મોબાઈલ નંબર પણ માગવામાં આવે છે, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. ગ્રાહક બાબતોના મંત્રાલયે રિટેલર્સને આદેશ આપ્યો છે કે તેઓ અમુક સેવાઓ પ્રદાન કરવા માટે ગ્રાહકોની વ્યક્તિગત વિગતો અથવા મોબાઇલ નંબર લેવાનો આગ્રહ ન કરે. ગ્રાહકોની ફરિયાદો મળ્યા બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે, ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે ઘણા રિટેલર્સ જો તેમનો મોબાઈલ નંબર શેર કરવાનો ઇનકાર કરે છે તો તેમને સર્વિસ આપવામાં આવતી નથી.
પર્સનલ નંબર વગર નથી બનાવી શકાતા બિલ
ઉપભોક્તા બાબતોના સચિવે જણાવ્યું છે કે ‘વેન્ડર્સ કહે છે કે જ્યાં સુધી પર્સનલ નંબર આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ બિલ બનાવી શકતા નથી. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આ એક અયોગ્ય અને પ્રતિબંધિત વેપાર પ્રથા છે. માહિતી એકત્ર કરવા પાછળ કોઈ તર્ક નથી. તેમણે જણાવ્યું કે ગોપનીયતાની ચિંતા છે. તેથી, ગ્રાહકોના હિતમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રિટેલ ઉદ્યોગ અને ઉદ્યોગ સંસ્થાઓ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ફિક્કી (FICCI) ને એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
દેશમાં ગ્રાહકો માટે બિલ જનરેટ કરવા માટે રિટેલર્સને તમારો મોબાઈલ નંબર આપવો જરૂરી નથી. જો કે, રિટેલર્સ વેન્ડર દ્વારા ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે એક જ નંબરનો આગ્રહ રાખતા ગ્રાહકોને એક અજીબ સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે. મોટેભાગે તેમાંની ઘણી પરિસ્થિતિઓમાં ગ્રાહકોને નાપસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવતો નથી.
ઉલ્લેખનીય છે કે, ઘણી જગ્યાએ સેવાઓ કે વસ્તુ ખરીદવા પર દુકાનદારદાર દ્વારા ગ્રાહકો પાસેથી તેમનો પર્સનલ મોબાઈલ નંબર માગવામાં આવે છે. દુકાનદાર દ્વારા કહેવામાં આવે છે કે, આ નંબર પર તમને ઓફરના મેસેજિસ મોકલવામાં આવે છે. પણ અનેક વખત ગ્રાહકોની પ્રાઈવસી ખોરવાય છે અને નકામા મેસેજ મોકલવામાં આવે છે.

