એશિઝ 2023 શુક્રવાર, 16 જૂનથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ તરફથી વધુ નિર્ણય લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આગામી એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉપયોગ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
બ્રિટિશ અખબારના મીડિયા રિપોર્ટ અનુસાર, બેન સ્ટોક્સના ઘૂંટણની ઈજાને ધ્યાનમાં રાખીને આવું કરી શકાય છે. ‘ધ ટાઈમ્સ’ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આઈપીએલ 2023માં સ્ટોક્સે માત્ર એક ઓવર ફેંકી હતી અને તે 3 એપ્રિલ પછી લીગમાં કોઈ મેચ રમ્યો નહોતો. ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે સ્ટોક્સને બોલિંગ કરવામાં મુશ્કેલી આવી રહી છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્ટોક્સ બોલિંગ નહી કરે તો ચોથા ઝડપી બોલરને ટીમમાં સામેલ કરવામાં આવશે. મતલબ કે ટોપ ઓર્ડરમાં સ્ટોક્સને સામેલ કરાશે. ટોપ ઓર્ડરમાં રમી રહેલા જેક ક્રાઉલીની જગ્યાએ સ્ટોક્સને ટોપ ઓર્ડરમાં સામેલ કરી શકાય છે.
સ્ટોક્સને ટોચના ક્રમમાં સમાવવો મોટો જુગાર: એલન બોર્ડર
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એલન બોર્ડરે સ્ટોક્સને ટોપ ઓર્ડરમાં રમાડવાને મોટો જુગાર ગણાવ્યો છે. બોર્ડરે કહ્યું હતું કે , “સ્ટોક્સ એક સારો ખેલાડી છે, મને ખબર નથી કે હું તેને આ સ્થિતિમાં રમતો જોઇ શકીશ કે નહીં.
WTC Final 2023: આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ઇગ્લેન્ડ રવાના થશે ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં 7 જૂનથી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ભારતીય ટીમના ખેલાડીઓને 3 બેચમાં ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. ભારતીય WTC ટીમના સભ્યોની પ્રથમ બેચ 23 મેના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જેમાં વિરાટ કોહલી ઉપરાંત રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ મુખ્ય ખેલાડી તરીકે સામેલ છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રથમ બેચ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. વિરાટ કોહલી પણ WTC ફાઈનલ મેચની તૈયારી માટે પ્રથમ બેચ સાથે રવાના થઈ રહ્યો છે અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ તેમાં સામેલ છે.

