26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અલ સાલ્વાડોરના ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગ, દબાઈ જવાને કારણે 9 લોકોના મોત


અલ સાલ્વાડોરની રાજધાની સાન સાલ્વાડોરમાં ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ, જ્યારે અચાનક લોકો સ્ટેડિયમમાંથી ભાગવા લાગ્યા. આ ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નાસભાગને કારણે ઘણા લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ સ્ટેડિયમમાં જ બેભાન થઈને પડ્યા હતા. પેરામેડિક્સે પણ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં સ્થિતિ કાબૂમાં આવી શકી નથી. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી.

વિદેશી મીડિયાએ અલ સાલ્વાડોર પોલીસને ટાંકીને જણાવ્યું કે ટીમ આલિયાન્ઝા અને સાંતા આના સ્થિત ટીમ ફાસ વચ્ચેની મેચ જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં ગેટ બંધ હોવા છતાં તેઓએ અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નાસભાગને કારણે સાત પુરૂષો અને 18 વર્ષથી વધુ ઉંમરના બે મહિલાઓના મોત થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -