28.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સુરેન્દ્રનગર ખાતે ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ જેમા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લાવવા સૂચનાઓ આપવામાં આવી


સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. સંકલન ભાગ-૦૧ની બેઠકમાં ધ્રાંગધ્રાનાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જી.આઈ.ડી.સી. તેમજ આયુર્વેદ હોસ્પિટલમાં વિવિધ સુવિધાને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે ગ્રામ્ય વિસ્તારમાં સૌની યોજના સંબંધિત પાણી લીકેજની સમસ્યા, ખાણ-ખનીજ વિભાગ તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનાં સર્વે સહિતનાં પ્રશ્નો અંગે માહિતી મેળવી વિગતવાર ચર્ચા કરી હતી અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી. દસાડા ધારાસભ્ય પી.કે પરમારે અગરિયાઓ, જી.આઇ.ડી.સી તેમજ વીજળીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા જણાવ્યું હતું.

… આ ઉપરાંત નડતરરૂપ જગ્યાઓ પર વધારાના દબાણ હટાવવા, કેનાલની નિયમિત સફાઈ કરાવવી, ખાતેદાર ખેડૂતના જમીનના વિવિધ પ્રશ્નો બેઠકમાં રજૂ થયા હતા, જે અંગે નિવાસી અધિક કલેકટરએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીઓને સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી. સંકલન ભાગ-2ની બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, પ્રાંત અધિકારીઓ ભાવનાબા ઝાલા, પ્રિયાંક ગળચર, એમ.પી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ. પટેલ, સહિત જિલ્લાનાં વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -