આ અંગે પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાના સરદાર ગઢ ગામની ઘટનામાં તારીખ 10 એપ્રિલના રોજ મહેશ જમનાદાસ અઘેરા નામના એક યુવકે લક્ષ્મી રતિલાલ કોળી નામની મહિલાને મિતુલ વિનુભાઈ ત્રાંબડીયા સાથે જોતા મહેશે તે મહિલાને ઠપકો આપતા મહિલાએ તેના પતિ રવિ રતિલાલ કોળીને વાત કરતા યુવકને વાડીએ બોલાવી માર માર્યા બાદ તેને ફસાવ્યો હતો ત્યાર બાદ યુવકની ખોટી વાતો ગામમાં કરતા હોય અને ધમકી આપી હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હતા. આમ રવિ રતિલાલ લક્ષ્મી રવિ રતિલાલ કોળી ભલા મેરામ કોળી મૌલિક વિનુ ત્રાંબડીયા અને મિતુલ વિનોદ ત્રાંબડીયા એમ પાંચેય શખ્સોના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ અંગે મૃતક ના ભાઈ અશ્વિનભાઈ જમનાદાસ અઘેરાએ રવિ રતિલાલ લક્ષ્મી રવિ રતિલાલ ભલા મેરામ મૌલિક વિનુ ત્રાંબડીયા અને મિતુલ વીનું ત્રાંબડીયા તમામ રહેવાસી સરદાર ગઢવાળાઓ સામે માનસિક ત્રાસ આપ્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ લાલકાએ હાથ ધરી છે આમ સરદારગઢ ગામે મહિલાને ઠપકો આપવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો

