30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમદાવાદમાં બાપુનગર ખાતે વિકાસ એસ્ટેટમાં ગઈકાલે આગ લાગ્યા બાદ પણ ફાયરની કામગિરી ચાલું


આગની ઘટનાના 16 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગિરી ચાલું રહી હતી. આગ અત્યારે સંપૂર્ણ કાબુમાં છે પરંતુ કુલિંગની કામગિરી ચાલું રખાઈ હતી. આજે ફાયરની અન્ય 4 ગાડીઓ કામે લાગી હતી.

જેમાં એસ્ટેટના આગળ અને પાછળના ભાગેથી ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
ગઈકાલ સાંજે 4 જેટલી કંપની અને 20 જેટલી દુકાનોમાં આગની ઘટના બની હતી. આગની આ ઘટનામાં એડિશન ચીફ ફાયર ઓફિસર સહીત 6થી વધુ લોકો ગઈકાલે ઘાયલ પણ થયા હતા.

ગઈકાલે અમદાવાદમાં બાપુનગરની આગ વિકરાળ બની હતી. 25 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ગઈકાલે આગના કારણે ફફટાડ પેઠો હતો. કેમ કે, ગઈકાલે મોટી જહેમત બાદ આગ પર કાબુ મએળવાયો હતો. અમદાવાદામાં બાપુનગર વિસ્તારના વિકાસ એસ્ટેટમાં આગની ઘટના ફટાકડાની ફેક્ટરીમાં બની હતી. ગઈકાલે 1 કિમી સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. આગ લાગવાનું કારણ હજૂ પણ અકબંધ છે.

ચારેકોર ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ડેપ્યુટી મનપા કમિશનર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમને સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ગઈકાલે ફટાકડાના કારણે બ્લાસ્ટ થતા હોય તેવા અવાજો આવતા હતા. છે. આગની ઘટના બેકાબુ બનતા આજુબાજુની સોસાયટીના લોકોને ખસેડવામાં આવ્યા હતા અનેક ગોડાઉન સુધી આગના ગોટેગોટા ઉડ્યા હતા જેથી ગઈકાલ રાત સુધી પાણીનો મારો તેમજ અને કુલિંગની કામગિરી કરાઈ હતી જે આજે સવારે પણ શરૂ રખાઈ હતી. 16 કલાક બાદ પણ કામગિરી કુલિંગની શુરુ રખાઈ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -