અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ક્રિટીકલ કંડીશનમાં બે બાળકોને તબીબોએ જીવ બચાવ્યો હતો. 45 દિવનાના નાના બાળકથી લઈને બગીચામાં ગળામાં દુપટ્ટો ભરાતા મગજમાં ઓક્સિજન ના પહોચી શકે તેવી સ્થિતિમાં કોર્પોરેશનની આ હોસ્પિટલોના તબીબોએ જીવ બચાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી.હોસ્પિટલ ખાતે એક બાળકી બગીચાના ઝૂલા ઉપર રમતાં-રમાં અચાનક પડી જતાં ગળામાં દુપટ્ટો ભરાઈ જતા શ્વાસ રૂંધાવાના કારણે મગજ સુધી ઓક્સિજન નહીં પહોંચતા અર્ધ-બેભાન હાલતમાં થઈ ગઈ હતી. માતા-પિતા તાત્કાલિક શેઠ એલ.જી. હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
હોસ્પિટલ ખાતેના ફરજ ઉપરના પિડીયાટ્રીક વિભાગના તબીબોએ તપાસી તાત્કાલિક આઈ.સી.યુ.માં શિફટ કરી અને જરૂરી ઈન્જેક્શન આપ્યા હતા. શ્વાસોશ્વાસ માટે તેણે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી.
આ બાળકીની તબિયતમાં ત્રણ દિવસ બાદ સુધારો જણાતાં વેન્ટીલેટર હટાવી એક દિવસ ઓબ્ઝર્વેશનમમાં રાખી હતી. વળી મગજ ઉપરનો સોજો પણ ઉતારવા ઈન્જેક્શન અને દવાઓ ચાલુ રાખવામાં આવી હતી. એક સપ્તાહની સધન સારવાર બાદ બાળકીની સ્થિતી નોર્મલ જણાતાં હસતાં-હસતાં આનંદ સાથે હોસ્પિટલમાંથી રજા લઈને તે તેના ઘરે ગઈ હતી.
શહેરના ઓઢવ વિસ્તારના એક રહેવાસીના ૪૫ દિવસના પુત્રને પેટ ફૂલી જતાં તેમજ આંખો પીળી જણાતાં બાળકને એલ.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકની સધન તપાસમાં લીવરમાં સી.એમ.વી.વાય૨સનો ચેપ લાગેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે જવલ્લેજ જોવા મળતો આનુવાંશિક, જીવલેણ અને હઠીલો રોગ છે. આ પ્રકારના રોગ માટે પ્રમાણભૂત એન્ટીવાઈરલ દવાની જરૂરિયાત હોઈ હોસ્પિટલ ઓથોરીટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ, ૧૪ દિવસનીલાંબી સારવાર બાદ લીવર અને કમળતા રિપોર્ટ સુધારાજનક જણાતાં બાળકને તેના ઘેર મોકલવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ પણ બાળકના સગાનો સમયાંતરે સંપર્ક કરવામાં આવેલ અને બાળકના પોષ્ટ, રસીકરણ, શારિરીક અને માનસિક વિકાસનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં અવવામાં આવ્યું હતું. સારવારના ત્રણ મહિના બાદ લીવર અને વાઈરસના ચેપના રીપોર્ટ નોર્મલ આવ્યા હતા.
આમ આ બાળકને ૪૦ દિવસ સુધી કિંમતી દવાઓ હોસ્પિટલ ઓથોરીટી દ્વારા વિનામુલ્યે પૂરી પાડવમાં અવી હતી હાલમાં બાળકની ઉંમર નવ માસની થઈ છે અને સ્વસ્થરીતે ઉછરી રહ્યો છે. આમ ઉપરોક્ત બંને ઘટના સંદર્ભે હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના વડા ડૉ.ખ્યાતિ કક્કડના માર્ગદર્શન હેઠળ ડૉ.બીજલ શાહ, ડૉ.સુનિલ ચાંદ અને તેમની મેડીકલ ટીમ દ્વારા બાળકને નવ-જીવન આપી માનવતાનું જીવંત ઉદ્ધરણ પૂરૂ પાડેલ છે.

