વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં માસ્ટર કરવા માગતા વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રીયા શરુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ફોર્મ ભરીને પ્રવેશની પ્રક્રીયા શરુ કરી શકે છે.
જેમાં વિદ્યાર્થીઓને બેંચની સંખ્યા સહીતના વિવિધ ધારાધોરણ મુજબ પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીની અંદર ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં માસ્ટર ઓફ ઓફ સોશિયલ વર્કના અભ્યાસ માટે બે વર્ષનો કોર્સ ચાલે છે. જે અંતર્ગત એડમિશન વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં એડમિશન લેવા માટે, તમે એમએસ યુનિવર્સિટીની વેબસાઈટ પર એડમિશન ટેબ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે. સોશિયલ વર્ક ફેકલ્ટી 44 બેઠકોની ક્ષમતા છે જેથી લાયકત પ્રમાણે કોઈપણ વિષયમાં 50 ટકા સાથે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. આ સિવાય SC-ST વિદ્યાર્થીઓને 5 ટકાની છૂટ આપવામાં આવશે. માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં પ્રવેશ માટે લેખિત પરીક્ષા જરૂરી છે ત્યાર બાદ જ આ પ્રક્રીયા શરુ કરવામાં આવશે.
વર્ષ 2018માં MS યુનિવર્સિટીમાં આ કોર્સની શરુઆત કરવામાં આવી હતી. ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છ જ્યાંથી તેમનો અભ્યાસ પૂરો થયા પછી કેમ્પસમાં જ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે.

