25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સુરત: પાંડેસરા અને મોટા વારાછાની બે અલગ-અલગ ઘટનામાં વીજ કરંટ લાગતા બે આશાસ્પદ યુવાનોનો મોત


સુરતમાં બે અલગ-અલગ ઘટનામાં વીજ કરંટથી બે યુવકના મોત નીપજ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના ખાતામાં કામ કરતા કારીગરને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી એક ઘટનામાં મોટા વરાછામાં એક દુકાનદાર દુકાન ઉપર આવેલી ઝાડની ડાળીઓ કાપવા ઝાડ પર ચઢ્યો ત્યારે ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાંથી કરંટ લાગતા તેનું મોત થયું હતું.

પ્રથમ બનાવ: 

પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ પર આવેલ કૃષ્ણા ઇન્ડસ્ટ્રિયલના લુમ્સ ખાતામાં 34 વર્ષીય દિપક પાટીલ કામ કરતો હતો. રવિવારે બપોરના સમયે દિપક લુમ્સના ખાતામાં કામ કરતો હતો ત્યારે એક ઇસ્ત્રીનો પ્લગ ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવ્યો હતો. થોડા સમય બાદ ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ઇસ્ત્રીનો લાગેલો પ્લગ કાઢતી વખતે ઇસ્ત્રીને હાથમાં લેતાની સાથે જ દિપકને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે જમીન ઢળી પડ્યો હતો. આ જોતા જ તેની સાથે કામ કરતા અન્ય લોકો મદદે દોડી આવ્યા હતા અને સારવાર અર્થે દિપકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, ફરજ પરના ડોક્ટરે દિપક પાટીલને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

બીજો બનાવ:

સુરતના મોટા વરાછામાં 34 વર્ષીય આશિષ પાઠક પરિવાર સાથે રહતો હતો અને આ જ વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવીને ગુજરાન ચલાવતો હતો. આશિષની દુકાન પાસેના એક ઝાડની ડાળીઓ વધુ હોવાથી અને નડતર રૂપ હોવાથી ડાળીઓ કાપવા માટે આશિષ ઝાડ પર ચઢ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી વીજલાઇનમાંથી કરંટ લાગતા આશિષ ગંભીર રીતે દાઝી ગયો હતો અને ઝાડ પર જ આશિષનું મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ જેઈબી વિભાગને કરી હતી. આથી ટીમે ત્યાં આવી આશિષના મૃતદેહને ઝાડ પરથી ઉતાર્યો હતો. આ ઘટનાથી આશિષના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -