28.1 C
Ahmedabad
Tuesday, March 3, 2026

જામનગર: 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, કાર્યક્રમ માટેનું સ્ટેજ ધરાશાયી થતાં 3 લોકો ઇજાગ્રસ્ત


1લી મેના રોજ ગુજરાતનો 73મો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે આ વર્ષે જામનગરમાં ભવ્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જોકે કાર્યક્રમનુ સ્ટેજ ધરાશાયી થતાં 3થી 4લોકો ઇજાગ્રસ્ત થયા હતા..

જણાવી દઈએ કે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતેથી કરવામાં આવશે. 1 મેના રોજ જામનગર ખાતે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત રાજય મંત્રીમંડળના વિવિધ મંત્રી, પદાધિકારી અને અધિકારીઓ હાજર રહેશે અને કાર્યક્રમમાં ભાગ લેશે.

મળતી માહિતી મુજબ, 1લી મેના રોજ જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી પરેડનું આયોજન કરાયું છે. જ્યારે પેલેસ ગ્રાઉન્ડમાં શસ્ત્ર પ્રદર્શન અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે સાંજે 6 કલાકે કલેકટર બી.એ. શાહ પત્રકાર પરીષદમાં કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતીઓ આપશે.

મહારાણા પ્રતાપની 12 ફૂટ ઊંચી કાસ્ય પ્રતિમાંનું અનાવરણ થશે

મીડિયા અહેવાલ મુજબ, જામનગરને 300 કરોડથી વધારેની રકમના કુલ 551 જેટલા વિકાસકાર્યોની ભેટ મળશે. જ્યારે 29મી એપ્રિલથી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમ જ પુરાતન શસ્ત્રોનું પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે. માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કુલ રૂ. 303.49 કરોડની રકમના કુલ 551 વિકાસકામોનું ઈ-લોકાર્પણ/ઈ-ખાતમુહુર્ત/ઈ-ભૂમિપુજન કરવામાં આવશે. આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની 12 ફૂટ ઊંચી કાસ્ય પ્રતિમાંનું અનાવરણ પણ કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -