31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સિવિલ હોસ્પિટલના તબીબોએ દોઢ વર્ષની કુપોષિત બાળકીને ફેફસામાં ટીબી અને પાંડુરોગની અસર થતા ૨૮ દિવસની લાંબી સારવાર બાદ મોતના મુખ માંથી બચાવી


બનાસડેરીના ચેરમેન અને બનાસ મેડીકલ કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્ન થકી આજે પશુપાલકોની એકમાત્ર જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવારમાં જિલ્લામાં મોખરે છે. મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવે છે. ત્યારે પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલા ગામમાં ભાગીયા તરીકે કામ કરતા શંકરભાઈની દોઢ વર્ષની પુત્રીને થોડાક સમય અગાઉ તાવ, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી પરિવારજનો દ્વારા પોતાની દીકરી છાયાબેનને રાજસ્થાનની એક પ્રાયવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

જોકે લાંબી સારવારના અંતે છાયાની તબિયતમાં કોઇજ પ્રકારનો સુધારો ના આવતા દિવસે દિવસે બાળકીની હાલત કફોડી બની રહી હતી. ત્યારે સ્નેહીજનોના જણાવ્યા પ્રમાણે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ સિવિલ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલમાં ગત રોજ ૩૧/૦૩/૨૩ ના ઈમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકીના અગાઉના તમામ રીપોર્ટ તેમજ તપાસ કરાતા સતત તાવ ખાંસી શરદી વજનમાં નહિવત વધારો તેમજ શ્વાસની ગંભીર બીમારીની સાથે દાખલ કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનો એ બાળકી સ્વસ્થ થવાની સપૂર્ણ આશા ગુમાવી બેઠા હતા. જોકે સિવિલના તબીબો દ્વારા બીમારીની ગંભીરતા ધ્યાને રાખી ત્વરિત સારવાર ચાલુ કરવામાં આવી હતી.જેમાં લાંબી માંદગીને જોતા બાળકીના લોહીની તપાસ એક્સ-રે, સીટી સ્કેન, ગળફાની તપાસ કરાવી હતી. જેમાં બાળકીને ફેફસાનો ટીબી હોવાનું નક્કી થયું હતું અને લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ હોવાને લીધે પાંડુરોગની સારવાર પણ કરવામાં આવી હતી.

બાળકીને શરૂઆત તબક્કામાં ઓક્સિજનનું લેવલ ઓછું હોવાને લીધે સી- પેપ મશીન રાખી ઓક્સિજન આપવામાં આવ્યું હતું. જેમાં એન્ટીબાયોટિક અને જરૂરી દવાઓ સહિત પોષણક્ષમ અહાર આપવામાં આવ્યો હતો.જોકે દોઢ વર્ષની બાળકીનું વજન માત્ર ને માત્ર ૫ કિલો ગ્રામ હોવાને લીધે બાળકી કુપોષણની શિકાર બની ચુકી હતી. જેના લીધે કુપોષણ વિભાગ દ્વારા જરૂરી પોષણ તત્વો મળી રહે તે પ્રકારે અહાર આપવામાં આવ્યો હતો. જેમાં લોહીની જરૂરીયાત જણાતા બોટલો પણ ચડાવવામાં આવી હતી. ફેફસામાં ટીબી હોવાનું માલુમ પડતા ટીબીની દવાઓ આપવામાં આવી હતી.તમામ પ્રકારની તબીબી સારવારના અંતે બાળકીના વજનમાં એકાદ કિલોનો વધારો તેમજ બાળકી સપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

જેમાં સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુનીલ જોષીના માર્ગદર્શન થકી બાળકો વિભાગના ડો અજીતકુમાર શ્રીવાસ્તવ,ડો ભાવિ શાહ,ડો મુકેશ ચૌધરી, તેમજ નર્સિગ સ્ટાફ ખડેપગે હાજર જોવા મળ્યો હતો બાળકીને મોતના મુખમાંથી બચાવનાર ડોક્ટર તેમજ સિવિલ સ્ટાફનો પરિવારજને અભાર વ્યક્ત કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -