26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

નવસારી: ખાંભલામાં ઉનાળામાં પાણી ન મળતા લોકોની હાલત કફોડી બની, જીવના જોખમે ઊંડા ખાડામાં ઉતરી પાણી ભરવા મજબૂર થયા


નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરહદી ગામ ખાંભલામાં લોકોને ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીં બોર અને કુવાઓ અત્યારથી જ સૂકાઇ ગયા છે, જેથી પાણી વગર સ્થાનિકો લોકોની હાલત કફોડી બની છે. વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ગ્રામજનો દ્વારા સ્વખર્ચે નદીમાં ઊંડા ખાડા ખોધવામાં આવ્યા છે, જેમાંથી મહિલાઓ વેરી બનાવી જીવના જોખમે દૂષિત પાણી ભરી ઘર અને પશુઓની તરસ છુપાવવાનો પ્રયત્ન કરે છે.

ઉનાળો આવતા જ આકરી ગરમીમાં ખાંભલામાં લોકોને જીવન જરૂરિયાત વસ્તુ એવી પાણી માટે વલખા મારવા પડે છે. નદી અને બોર સૂકાઈ જતા ગામની મહિલાઓને ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવાની ફરજ પડી રહી છે. કાવેરી નદીમાં અલગ અલગ જગ્યાએ ખાડાઓ ખોદી વેરી બનાવી જીવના જોખમે સીડીથી ખાડામાં ઉતરીને દૂષિત પાણી બેડા વાટે ભરવા ગામના લોકો મજબૂર થયા છે.

ગ્રામજનોની આંદોલનની ચીમકી

સ્થાનિક લોકોનું કહેવું છે કે, સરકારે આ વિસ્તારની સ્થિતિને સમજવી જોઈએ અને પાણી મળે ત્યાં સુધીનો બોર અથવા તો ઊંડો કૂવો બનાવી આપવો જોઈએ, તો પાણીની સમસ્યાનું સમાધાન આવી શકે એવી આશા છે. આ સાથે જ કેટલાક રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે, ખાંભલામાં અને વાંસદાના અન્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો આંદોલન છેડાશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -