31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

હાટકેશ્વર બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના કેસ મામલે કાનૂની કાર્યવાહીના ડરથી માલિકો ભૂગર્ભમાં


અમદાવાદ – હાટકેશ્વર બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના કેસ મામલે મહેસાણા સ્થિત અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસરને તાળા માંરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકો ભૂગર્ભમાં જતા રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ મામલે કાનૂની કાર્યવાહીના ડરથી માલિકો દેખાતા નથી.

બે દિવસથી પોલીસ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના ઠેકાણે તપાસ કરી રહી છે. ઓફિસને તાળા જોવા મળ્યા હતા. ખાસ કરીને અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજની કામગિરી પર અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

હાટકેશ્વર બ્રિજને લઈને ફરી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં બ્રિજના બાંધકામ બાદ બ્રિજ તોડવો પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. બ્રિજ બનતા પહેલા બ્રિજના જ તમામ નાણાં આપી દેવાયા હોવાની વિગતો પણ સામે આવી હતી. તે છતાં બ્રિજના કામમાં લાલીયાવાળી જોવા મળી છે. જેથી સાંઠગાંઠ હોવાની પણ પૂર્ણ આશંકા આ બ્રિજને લઈને છે.

છેલ્લા છથી સાત મહિનાથી બંધ પુલની તપાસમાં ગુણવત્તાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. અનેક ભ્રષ્ટાચારના ખુલાસાઓ પણ આ મામલે થઈ રહ્યા છે. ત્યારે અગાઉ આરોપો પણ એવા છે કે, આ પુલને છેલ્લા પાંચ વર્ષમાં છથી સાત વખત સમારકામ કરવામાં આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -