31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગોપાલ ઈટાલિયાને ધરપકડ બાદ મળ્યા જામીન, આક્ષેપ લગાવતા કહી મોટી વાત


AAP નેતા ગોપાલ ઇટાલિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે ધરપકડ બાદ ઈટાલિયાને જામીન મળ્યા છે. જામીનપાત્ર ગુનો હોવાથી ઈટાલિયાને આ જામીન મળ્યા હતા. જેથી ધરપકડ બાદ ધરપકડ બાદ ઈટાલિયાને મુક્ત કરાયા હતા. મુક્ત થયા બાદ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જે ગુના માટે તેની ધરપકડ કરવામાં આવી હતી તેની માહિતી આપી હતી આ સાથે જ ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર પણ આક્ષેપ લગાવ્યા હતા.

ગોપાલ ઇટાલિયાના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીથી ભાજપના કાર્યકરોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જે અંગે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા એમ પણ કહ્યું હતું કે, આ ગુનો જામીન પાત્ર છે માટે જામીન આપવામાં આવ્યા હતા. જો કે, તે દર્શાવે છે કે તે અયોગ્ય રીતે માનસિક ત્રાસ આપવાનું અને મનોબળ તોડવાનું કામ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીને તોડવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ આક્ષેપ પણ ઈટાલિયા દ્વારા લગાવવામાં આવ્યો હતો.

અગાઉ કરી હતી ટીપ્પણી 

આપ નેતા ગોપાલ ઈટાલિયા સામે ઉમરા પોલી સ્ટેશનમાં અગાઉ ફરીયાદ કરવામાં આવી હતી. આ ફરીયાદ તેમણે અગાઉ કરેલી ટીપ્પણી બદલ દાખલ કરાઈ હતી. ભાજપ કાર્યકર્તાએ આ ફરીયાદ અશોભનીય શબ્દો મામલે કરવામાં આવેલી ટીપ્પણીના કારણે દાખલ કરાઈ હતી. ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -