જાફરાબાદ તાલુકાના વાંઢ ગામ નજીક ગુરુવાર રાત ના સમયે એક ફોર વ્હીલ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં પીતા અને પુત્ર કુલ 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા…રાજુલા ખાતે રહેતા પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યા હત.. આ પરિવાર રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પુત્ર ધર્મસિંહ ભાઈ મહિપતભાઈ ગોહિલ ઉ. મ વર્ષ 18 નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયુ છે અને પીતા મહિપત સિંહ ભીખુભાઈ ગોહિલ ઉ. વ 39 નું વધુ સારવાર માટે ૧૦૮ મા જાફરાબાદ સરકારી હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે સારવાર મળે તે પહેલા રસ્તામાં મોત નિપજ્યું હતુ . પિતા પુત્રના કરુણ મોત નીપજતા આ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી….. બંને પિતા પુત્રને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…જાફરાબાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

