વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા સરકારે ફોર્મ્યુલા તૈયાર કરી છે. આપને એક સમિતિમાં સ્થાન આપવાની સરકારી ફોર્મ્યુલા છે. ત્યારે આપના એમએલએ સમિતિમાંથી ઉમેદવારી પાછી ખેંચે તો એક સમિતિમાં સ્થાન અપાશે. કોંગ્રેસને પણ બે સમિતિઓમાંથી એક એક સભ્ય વધારી આપવાની ફોર્મ્યુલા હતી. જાહેર હિસાબ, સમિતિ. પંચાયતી રાજ સમિતિમાં કોંગ્રેસના બેબે સભ્યોને સ્થાન આપવાની તૈયારી
તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષે જાહેર કરેલી ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની પાંચ મહત્વની સમિતિઓ માટે ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે 5 સમિતિઓમાં સભ્યપદ માટે પોતાના જ ઉમેદવારો રાખ્યા છે.14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, કોંગ્રેસે પણ બે-બે ઉમેદવારી નોંધાવી છે જ્યારે AAPના પાંચ ધારાસભ્યોએ અલગ-અલગ સમિતિઓમાં એક એક ઉમેદવારી નોંધાવી છે.
અગાઉ 31 માર્ચે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ પૂર્ણ થઈ હતી પરંતુ ફોર્મ પરત ખેંચાયા ન હતા. જેથી આ મામલે ચૂંટણી પણ યોજવામાં આવી શકે છે. જેથી બની શકે છે કે, આગામી 25 એપ્રિલના રોજ ચૂંટણી પણ આ મામલે થઈ શકે છે. કોંગ્રેસના નેતાને વિપક્ષનું પદ નથી અપાયું ત્યારે સમિતીના નેતાઓને સમાવવામાં આવી શકે છે. જો કે, કોંગ્રેસના ધારાસભ્યોને સમાવવાની યોજના હતી પરંતુ આપ ફોર્મ પરત ના ખેંચે તો ચૂંટણી પણ થઈ શકે છે.

