26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર-બોર્ડ નિગમમાં ભરતીઓ થશે, કેટલાક નામો પર મહોર વાગી હોવાની ચર્ચા


ગુજરાતના નિગમોમાં ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર્સ સપ્તાહમાં ભરતી કરવામાં આવશે. બોર્ડ નિગમમાં ભરતી માટે કેન્દ્ર સરકારના નિયમોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલાક નામોમાં મહોર વાગી હોવાની પણ ચર્ચા છે. આગામી સપ્તાહમાં નામની જાહેરાત થશે. ત્યારે કેટલાકને ચૂંટણી સમયે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ બોર્ડ નિગમમાં સ્થાન મળી શકે છે. તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

આ બોર્ડ નિગમમાં અગાઉ જ નામો સિલેક્ટ થઈ ચૂક્યા હોત. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ બોર્ડ નિગમની ભરતીની કવાયત હાથ ધરવામાં આવનાર છે. ત્યારે કેટલાક નામો પર સર્વ સંમતિ ન સધાતા નામોની જાહેરાત અટવાઈ હતી ત્યારે હવે કવાયત હાથ ધરાઈ છે.

50થી 60 નામો પર ચર્ચા કર્યા બાદ આ પૈકી 10થી 12 નામ નકકી કરવામાં આવ્યા છે. જેમની નિમણુક કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બોર્ડ નિગમના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હોય તેમના રાજીનામાં માગી લીધા હતા. ત્યારે આ ખાલી પદો હવે ભરવામાં આવશે. જેમાં 10થી 12માં યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતાઓ છે. ગુજરાતના મહત્વના બોર્ડ નિગમમાં નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.

બોર્ડ નિગમમાં ભરતી માટે કેન્દ્ર સરકારના નિયમોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જો કે ત્યાર બાદ મહદ અંશે નામો નક્કી થતા હોય છે ત્યારે મોટા પદોના નામો નક્કી કરી દેવાયા હોવાનું પણ અનુમાન છે. આગામી સમયમાં આ નામોને લઈને જાહેરાત કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -