વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે ખાળ કૂવામાં ડૂબી જવાથી 2 લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ.ઘટના અંગે મળતી વિગતો મુજબ ઉમરગામમાં આ કરૂણ ઘટના બનવા હતી. જેમાં ખાળ કુવો ખાલી કરતા 3 લોકો ખાળ કૂવામાં પડ્યા હતા. જેમાં ખાળ કૂવામાં ડુબી જતા 2 લોકોના મોત નિપજ્યા. જ્યારે 1 વ્યક્તિનો બચાવ થયો હતો. જેણે જણાવ્યું હતું કે, સોળ સુંબા ગામે જે ચાલીમાં રહે છે તે ચાલીના માલિકે તેને અને અન્ય ભાડુઆતને બોલાવી ચાલીનો ખાળ કૂવો ખાલી કરતા હતાં. ત્યારે ત્રણેય અચાનક ખાળ કૂવામાં પડી ગયા હતાં. જેમાં એક બીજાને બચાવવા જતા ચાલી માલિક અને અન્ય એક ભાડુઆત ડૂબી જતાં મોતને ભેટ્યા હતાં.

ત્રણેય ઈસમો સોળ સુંબા ખાતેની ચાલીનો ખાળ કુવો ઉભરાતા ચાલી માલિક અને ભાડુઆત ખાળ કુવો ખાલી કરી રહ્યા હતા.. ત્યારે ચાલી માલિક અને એક ભાડુઆત નું મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પસરી હતી. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ હતી.આ સમગ્ર ઘટનામાં ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી..

