35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની કરાઈ બદલીઓ, 100થી વધુ અધિકારીઓની બદલીઓ


રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર 109 જેટલા અધિકારીઓની બદલીઓ કરાઈ છે. અમદાવાદના કલેક્ટર ધવલ પટેલ તેમજ હર્ષ પટેલ, આલોક પાંડે સહીતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત મુકેશ પુરીને ગૃહ વિભાગના એસીએસ બનાવવામાં આવ્યા છે. કલેક્ટર-કમિશનર-ડીડીઓ સહિત ભારે ફેરબદલ કરવામાં આવ્યો છે.

ઘણા સમયથીચ ગુજરાતમાં આઈએએસની બદલીઓને લઈને ચર્ચા હતી, તેમાં પણ ચૂંટણી બાદ આ ચર્ચા હતી ત્યારે આજે ઘરખમ ફેરફારો અમલદારશાહીમાં કરવામાં આવ્યા છે. IAS અધિકારીઓમાં મોટા પાયે બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારથી ગુજરાતમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી ફરી એકવાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા છે. 109 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.

આ સિનિયર અધિકારીઓની બદલીઓ 

મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની, અરુણ સોલંકી, મુકેશ કુમાર, રમેશચંદ્ર મીણા સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મોહમ્મદ શાહિદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, બચ્છાનિધિ પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત ઘણા સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -