26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સુરત: રખડતાં શ્વાનનો આતંક, કરડવાથી 28 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત, તંત્રની કામગીરી સામે સવાલ!


સુરતમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. શહેરમાં રખડતા શ્વાનના હુમલાથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. 28 વર્ષીય યુવકને શ્વાને બચકાં ભરતા તે બીમાર થયો હતો. આથી યુવકને શહેરની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.

માહિતી મુજબ, સુરતમાં રહેતા 28 વર્ષીય રાજન નામના યુવક પર આઠેક દિવસ પહેલા રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ યુવક પર રખડતા શ્વાને હુમલો કરી બચકાં ભર્યા હતા. રખડતા શ્વાનના હુમલા બાદથી યુવક બીમાર રહેતો હતો. આથી તેને શહેરની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.

અગાઉ ખજોદ અને ભેસ્તાનમાં બે બાળકોના થયા હતા મોત

નોંધનીય છે કે, આ પહેલા સુરતના ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને રખડતા શ્વાને 40થી વધુ બચકાં ભર્યા હતા. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. એવી જ અન્ય એક ઘટના શહેરના ભેસ્તાન વિસ્તારમાં બની હતી. જ્યાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી હુમલો કર્યો હતો. આથી બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી. તેનું પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જો કે રખડતા શ્વાનના હુમલાના કિસ્સા વારંવાર સામે આવતા લોકોમાં ડરનો માહોલ છે. જ્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -