30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત


રાહુલ ગાંધીને સજા બાદ કોંગ્રેસ જાગી હોય તેમ ગુજરાત અને જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે પણ કોંગ્રેસ ના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્રારા મોદી અંગેના વિવાદાસ્પદ ભાષણ અંગે બે વર્ષ ની સજા સંભળાવવામા આવ્યા બાદ કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શનો ઠેરઠેર કરવામા આવી રહ્યા છે.

જેમા પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ શહેર પ્રમુખ તથા તાલુકા પ્રમુખ દ્રારા લોકશાહી બચાવોના નારા સાથે ધરણા પ્રદર્શન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ બેચરસિંહ રાઠોડ તાલુકા પ્રમુખ કૌશિકભાઇ પટેલ , રેખાબેન સોલંકી , કોંગ્રેસ શહેર પ્રમુખ ચિરાગ પટેલ , અનિલભાઇ પટેલ નૂતનભાઇ પરમાર સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોંઘવારી બેકારી ના મુદા ઉઠાવ્યા હતા અને ધરણા પર બેઠા હતા તો દેશમા લોકશાહી ખતરામા છે તો તાલુકા પ્રમુખ કૌશિકભાઇ પટેલ તથા અનિલભાઇ પટેલ જણાવ્યુ હતુ કે લોકશાહી ની સાચી વ્યાખ્યા નુ ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે આજે આપ જોઇ શકો છો કે બેકારી અને મોંઘવારી સાથે ગુજરાત મા સરકારી ભરતીમા પેપર લીક થાય છે ત્યારે ગુજરાત અને પ્રાંતિજ મા પણ પ્રજાને વળતર નથી મળી રહ્યુ અને વિધાનસભા અને લોકસભામા કોંગ્રેસની વાત સાંભળતા નથી અને આ ધરણા લોકશાહી બચાવવા માટે ના ધરણા કરવામા આવ્યા છે.તો રાહુલ ગાંધી કન્યા કુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી જેનાથી ભારતીય જનતા પાર્ટી બગોવાઇ ગઈ છે સત્ય નો હમેશા વિજય થાય છે તો પ્રાંતિજ પોલીસ દ્રારા વિરોધ કરી રહેલ કોંગ્રેસનાંં આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -