ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર હાર બાદ થવા જઈ રહ્યા છે. ત્યારે ભરતસિંહ સોલંકીને પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરના સ્થાને આ પદ મળે તેવી શક્યતા છે. અમિત ચાવડા કે જેઓ કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે અગાઉ તેઓ પ્રદેશ પ્રમુખ હતા ત્યાર બાદ તેઓ વિપક્ષ નેતા બન્યા છે. જેથી કોંગ્રેસના કેટલાક નેતાઓના સ્થાન રિપીટ થાય છે પરંતુ મોટા પદ પર સતત આ નેતાઓ જ રહેતા આવ્યા છે. જેથી મોઢવાડીયાનું નામ પણ અગાઉ સામે રેસમાં સામેલ થયું હતું પરંતુ હવે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભરતસિંહને પણ આ પદ મળી શકે છે. આ સિવાય બીજો ઓપ્શન એ પણ છે કે, તેઓ કેન્દ્રીય કોંગ્રેસમાં સ્થાન મેળવી શકે છે.
ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ આ કારણથી પણ બનાવી શકે છે પ્રદેશ પ્રમુખ
અગાઉ 78 બેઠકો તેમના નેતૃત્વમાં કોંગ્રેસે જીતી હતી. 2 વખત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે. 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું પરીણામ પણ તેમના સમયમાં કોંગ્રેસને મળ્યું હતું. જોથી તેઓને આ પદ મળી પણ શકે છે. કેન્દ્રીય કોંગ્રેસમાં સ્થાન મેળવે તેવી શક્યતા છે. 2006થી 2008 અને 2015થી તેમને નેતૃત્વ સંભાળ્યું હતું.
અર્જુન મોઢવાડીયા સહીતનાનું નામ પણ આગળ
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં નવી કોઈ પરીવર્તનનની આશા જોવા નથી મળી રહી ત્યારે જૂના જોગીઓને જ કાર્યભાળ સોંપવામાં આવી રહ્યો છે. અમિત ચાવડાને વિપક્ષ નેતા અને ઉપ નેતા શૈલેષ પરમારને બનાવ્યા બાદ પ્રદેશ અધ્યક્ષની રેસમાં અર્જુન મોઢવાડીયા સહીતના નેતાનું નામ સામે આવી રહ્યું છે. જેથી જગદિશ ઠાકોર હાલ પ્રદેશ અધ્યક્ષ છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ભારે અને મોટી કારમી હાર બાદ તેઓના સ્થાને નવા નેતા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પહેલા બદલાશે.

