26.6 C
Ahmedabad
Friday, March 6, 2026

ગૃહમંત્રી હર્ષ સંઘવી સાબરમતી જેલમાં પહોંચ્યા, કાર્યક્રમ અધૂરો મૂકી પહોંચતા અનેક તર્ક વિતર્ક


અમદાવાદમાં શાહીબાગનો કાર્યક્રમ અધૂરો મૂકીને અચાનક સાબરમતી જેલમાં પહોંચ્યા હતા જેથી અનેત તર્ક વિતર્ક પણ સેવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રી અચાનક ત્યાં પહોંચતા રાજ્ય જેલ વડા કે.એલ. એન રાવ પણ ત્યાં પહોંચ્યા હતા.

કુખ્યાત માફીયા અતિક અહેમદ પણ અત્યારે સાબરમતી જેલમાં બંધ છે. ગૃહ મંત્રી અચાનક ત્યાં પહોંચતા આ મામલે અનેક તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યો છે. જો કે, સાબરમતી જેલમાં કેમ પહોંચ્યા તેને લઈને કોઈ સત્તાવાર વિગતો નથી પરંતુ સાબરમતી જેલમાં ખુદ ગૃહમંત્રી પહોંચતા સવાલો એ છે કે, અચાનક કાર્યક્રમ છોડીને જ શા માટે તેઓ ત્યાં પહોંચ્યા. જો કે, આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ.

અતીક અહેમદ કડી સુરક્ષા વચ્ચે રહે છે

માફિયા અતીક અહેમદને જૂન 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારથી તે જેલની અત્યંત સંવેદનશીલ અને ઉચ્ચ સુરક્ષાવાળી બેરેકમાં બંધ છે. જેલની આ બેરેક પર કડક નજર રાખવામાં આવી રહી છે. જેલમાં માફિયા કડક નિયમોનો સામનો કરવો પડ્યો છે. તેને સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યો છે.

હાઈ સિક્યોરિટી બેરેકમાં બંધ માફિયા અતીક અહેમદ એકલા દિવસ પસાર કરવા મજબૂર છે. તેને જેલના અન્ય કેદીઓની જેમ હલનચલન અને વાત કરવાની મંજૂરી નથી. આલમે માટે બેરેકની બહાર પગ પણ મુકવા નથી મળતો. સાબરમતી જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈ સિક્યોરિટી બેરેકમાં કેદી ગમે તેમ કરીને એકલો રહે છે, પરંતુ અતીક અહેમદના જૂના ઈતિહાસને જોતા તેને સુરક્ષાની દૃષ્ટિએ કોઈના સંપર્કમાં આવવા દેવામાં આવતો નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -