32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: દહેગામમાં કરાર આધારિત મ્યુનિસિપલ કર્મચારી લાંચ લેતા ઝડપાયો


*એ.સી.બી. સફળ ટ્રેપ*

ફરીયાદી :- એક જાગૃત નાગરીક

આરોપી :

(૧) હિરેન રાજેશભાઇ પટેલ,

હોદ્દો : મ્યુનીસીપલ એન્જીનીયર (કરાર આધારીત), નોકરી : દહેગામ નગર પાલીકા, ઓફીસ, દહેગામ જી.ગાંધીનગર ( વર્ગ-૩ ) હાલ રહે. ૪, જયભોલે સોસાયટી, રૂક્ષમણી હોસ્પિટલ સામે, ખોખરા, અમદાવાદ મૂળ રહે.સોજીંત્રા, તા.આણંદ જી.આણંદ

લાંચની માંગણીની રકમ :-

રૂ. ૪,૦૦૦ /-

લાંચની સ્વિકારેલ રકમ :

રૂ. ૪,૦૦૦ /-

લાંચની રીકવર રકમ :- 

રૂ. ૪,૦૦૦ /-

ટ્રેપ તારીખ :- ૦૬/૦૩/૨૦૨૨

ટ્રેપનું સ્થળ : મન એવન્યુ કોમ્પલેક્ષની આગળ, સાત ગરનાળા પાસે, ઓડા ગાર્ડનની સામે, દહેગામ નરોડા રોડ, દહેગામ જી.ગાંધીનગર

ટુંક વિગત :- એવી રીતે કે આ કામના ફરીયાદીની પત્નિના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં મકાન બનાવવા સારૂ સરકાર તરફથી ૩.૫૦ લાખ રૂપિયાની સહાય મળતી હોય, જે યોજનાનો લાભ મેળવવા આશરે ત્રણેક વર્ષ અગાઉ ફોર્મ ભરેલ. જે ફોર્મ ભર્યા બાદ ફરીયાદીના ખાતામાં હપ્તે હપ્તે રૂ.૨,૩૦,૦૦૦/- જમા થયેલ. અને રૂ.૧,૨૦,૦૦૦/- જમા થવાના બાકી હતા. જે બાકી રકમ મેળવવા સારૂ ફરીયાદીએ આ કામના આરોપી હિરેનભાઇ પટેલનો સંપર્ક કરતાં આરોપી હિરેનભાઇએ ફરીયાદી પાસે આ બાકીના રૂ.૧,૨૦,૦૦૦/- નો હપ્તો ફરીયાદીના ખાતામાં જમા કરાવવા સારૂ રૂ.૪૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આરોપીએ પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪,૦૦૦ /- લાંચ પેટે સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે  આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રેપ કરનાર અધિકારી :

શ્રી એસ.સી.શર્મા,

ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગાંધીનગર એકમ, ગાંધીનગર

સુપરવિઝન અધિકારી :-

શ્રી એ. કે. પરમાર

મદદનીશ નિયામકશ્રી

ગાંધીનગર એ.સી.બી. એકમ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -