30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ વિવાદ મુદ્દે રાજનીતિ તેજ, ભાજપ-કોંગ્રેસ નેતાઓના નિવેદન આવ્યા સામે


અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ કરાતા દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મનસ્વી રીતે નિર્ણય લીધો છે. આટલો મોટો નિર્ણય લેતા પહેલા ચર્ચા કેમ ના કરાઈ તેમ કાંતિ ખરાડીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રસાદ બદલવાનો નિર્ણય પરત લેવામાં આવે. કરોડો શ્રદ્ધાળુઓની લાગણી મોહનથાળના પ્રસાદ સાથે જોડાયેલી છે.

ભાઈભક્તોની લાગણી દુભાય નહીં તેને ધ્યાન રાખવામાં આવે. માઈભક્તોની લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવે. ધારાસભ્ય તરીકે પ્રસાદ મુદ્દે મને અનેક લોકોની રજૂઆત મળી છે. તેમ તેમણે કહ્યું હતું.

યજ્ઞેશ દવેએ પણ ટ્વિટ કરીને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગણી કરી છે. બ્રાહ્મણ હોવાના કારણે યજ્ઞેશ દવેએ પણ પોતાના ટ્વિટમાં ચિક્કીનો પ્રસાદ ન રાખવા માટે કહ્યું છે. આમ ભાજપના નેતાઓ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગ તેજ કરાઈ છે.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે, અંબાજી મંદિ કોંગ્રેસનો આક્ષેપ નવા નિર્ણયથી આદિવાસી બહેનોની રોજી રોટી છિનવાઈ છે. મોહનથાળનો પ્રસાદ બંધ થવાથી શ્રદ્ધાળુઓમાં નારાજગી છે તો બીજી તરફ મોહનથાળ બનાવતી મહિલાઓ સામે રોજગારનું સંકટ ઉભું થયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -