24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મહેસાણા- સાસંદની ઓફિસમાં પણ ચોર ચોરી કરી ગયા, એસપી ઓફિસ પાસે જ છે એમપી ઓફિસ


સાંસદની ઓફિસમાં ચોરોએ એસી, કમ્પ્યુટર, ફ્રીજ અને નળ સહીતનો સામાન ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઉત્તરગુજરાતમાં મહેસાણામાં સાંસદની ઓફિસમાંથી જ ચોરીની ઘટના સામે આવી છે.

નવાઈની વાત તો એ છે કે, આ ચોરી એસપી ઓફિસથી માાંડ 200 મીટર જેટલા નજીકમાં કરવામાં આવી છે. ચોરી કરીને પોલીસને તસ્કરોએ ખુલ્લો પડકાર આપ્યો છે. સાંસદની ઓફિસમાં જ આ પ્રકારની ચોરી થાય છે તો સામાન્ય જનતા માટે તો સેફ્ટી દૂરની વાત રહી. ચોરો ખુલ્લેઆમ ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.

મહેસાણા પોલીસને ચોરો જાણે રીતસરનો પડકાર આપતા હોય તેમ સામે આવ્યું છે. સાંસદ સારદાબેન પટેલની ઓફિસમાંથી ચોરોએ ગઈકાલ મંગળવારે રાત્રે આ ચોરી કરી હોવાનું અત્યારે સામે આવ્યું છે. સુવિધા કેન્દ્રની ઓફિસમાંથી ચોરોએ જ ચોરી કરી છે.

એસપી ઓફિસથી ચાલતા જવાય તેટલા નજીક 200 મીટરના એરીયામાં ચોરોએ આ ચોરી એ પણ એમપી ઓફિસમાં કરી છે. ચોરોએ સાંસદની ખુરશી, કોમ્પ્યુટર, એસી, ફ્રિજ સહીતના સામાનની ચોરી કરી છે પરંતુ એટલું જ નહીં પસ્તી તેમજ નળ પણ ચોરી કરીને લઈ ગયા છે. શારદાબેન પટેલના સાંસદ સુવિધા કેન્દ્રમાંથી રાત્રે આ ચોરી કરી ભારેભરખમ સામાન સાથે ચોરો પલાયન પણ થઈ ગયા હતા. કલાકોમાં સામાન ભેગો કરીને ચોર ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી જેથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -