માઈનસ ૩૫ ડીગ્રીએ થર્ડ ગ્લેસિયર સંભાળનારા યુવાને લગ્ન દિવસ મનાવ્યો ચીન બોર્ડર ઉપર બત્રીસ હજાર મીટરની ઊંચાઈએ માઈનસ ૩૫ ડીગ્રીએ થર્ડ ગ્લેસિયર મોર્ચો સંભાળતા તળાજા તાલુકાના વાટલિયા ગામના યુવાને લગ્નદિવસ ઉજવ્યો હતો. હાથમાં ગ્રેનેડ,ખભા ઉપર AK ૪૭ અને પત્નીની યાદ સાથે ઉજવણી કરી હતી. તેને ચાર માસની દીકરી થઈ છે. પંરતુ દીકરીનો ચહેરો મોબાઈલમાં જોઈ રાજી રહે છે. દુશ્મનોથી દેશના સીમાડે વિષમ પરિસ્થિતિમાં પણ ખડે પગે રહીને રક્ષા કરતા જવાનોની વાત હર્ષ,અભિમાન સાથે આંખમા અશ્રુ લાવી દે છે.ત્યારે તળાજા તાલુકાના વાટલિયા ગામના એક જવાનની રિયલ સ્ટોરી પણ તળાજા સહિત જિલ્લાના લોકો માટે ગૌરવવંતી છે.
આ જવાને ચીન સરહદે સૌથી ટોચ ઉપર માઇનસ ૩૫ ડીગ્રીએ પોતાના લગ્નની એનીવર્સરી ઉજવી હતી. તેજીલા બર્ફીલા પવન વચ્ચે તળાજાના વાટલિયા ગામના જનક દેવાયતભાઇ વાઘેલા નામના યુવાન આર્મીની ગ્રેનેડિયરની પોસ્ટ ઉપર ચીન સરહેદે સૌથી ઊંચી ગણાતી સિયાચીન ગ્લેશિયર ઉપર હાલ ફરજ બજાવે છે. એક તરફ અહી માઈનસ ૩૫ ડીગ્રીએ કાતિલ ઠંડી વરસાવી રહી છે. ચારેય બાજુ બર્ફીલા પહાડો છે.બીજી તરફ દુશ્મનો ને ભરી પીવા માટે હાથમાં ગ્રેનેડ છે સાથે ખભે AK ૪૭ સહિતનો સરંજામ છે. આવા વાતાવરણ વચ્ચે વૈજીએ પોતાની સાથે મોર્ચો સંભળાતા સાતેક મિત્રો સાથે ત્રીજી એનીવર્સરી ઉજવી હતી.
પોતાની જીવન સંગિનીને ત્યાં પણ યાદ લાગણી અનુભવે કરે છે તેવા ફોટાઓ પરિવારજનોને મોકલ્યા હતા. ફૌજી ના નાનાભાઈ મહેશ વાઘેલાએ જણાવ્યું હતું કે ચાર માસની એક દીકરી પણ છે.જોકે દેશના સીમાડાની રક્ષા કરતા પિતા રૂબરૂ આવીને મોઢું જોઈ શક્યા નથી.દીકરી ના ફોટાઓ અને રમતી હોય તેવો વીડિયો જોઈને જ પિતા રાજી થાય છે. કુદરતી અને માનવ આફ્ત સામે સતત ઝઝૂમીને પણ દેશની રક્ષા કરે છે.

