ગુજરાત સરકાર ફેબ્રુઆરી માસમાં વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ લાવવા જઈ રહી છે. ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગને સરકારના બજેટથી અનેક આશા અપેક્ષાઓ છે સિરામિક ઉદ્યોગે ગેસના ભાવ અને માળખાકીય સુવિધાઓની બે મુખ્ય માંગ કરી છે.
બજેટ અંગે સિરામિક એસો.પ્રમુખ વિનોદભાઈ ભાડજા જણાવે છે કે સરકાર વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજુ કરવા જઈ રહી છે. ત્યારે સિરામિક ઉદ્યોગમાં પાઈપલાઈનથી મળતા ગુજરાત ગેસ પર વેટ લાગે છે તે વેટ કાઢીને જીએસટી લાવવામાં આવે તો ઉદ્યોગને મોટો ફાયદો થઇ સકે તેમ છે. સાથે જ મોરબી સિરામિક ઉદ્યોગ ૩૦ થી ૩૫ કિલોમીટરના વિશાલ એરિયામાં ફેલાયેલ છે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સિરામિક ઝોનમાં આંતરિક રોડ રસ્તાઓ નથી જેથી બજેટમાં રોડ રસ્તાને આવરી લેવામાં આવે તેવી માંગ સીએમ ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાસે કરી છે
સિરામિક ઝોનમાં સારા રસ્તા નથી. જેથી ટ્રાન્સપોર્ટશનમાં મુશ્કેલીઓ ઉભી થાય છે. બાઈક લઈને જતા લોકોને ડસ્ટ ઉડવાનો પ્રશ્ન રહે છે. સાથે જ ટ્રકમાં ટાઈલ્સનો માલ ભરેલ હોય તેમાં બ્રેકેજની પણ સમસ્યા આવતી હોય છે. જેથી બંને માંગણીઓ બજેટમાં સમાવી લેવાય તેવી માંગ કરી છે.

