દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી….ત્યારે મોરબી ઝૂલતા પુલની દુઃખદ દુર્ઘટનામાં રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ.. ત્યારે આ રેસ્ક્યુ કામગીરી હકારાત્મક રીતે મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.. મોરબી જિલ્લા માહિતી કચેરીના વડા સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાને સમગ્ર ટીમ વતી પ્રજાસત્તાક પર્વમાં હળવદ ખાતે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા..

