26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

ભાભર :આંગણવાડી કેન્દ્રની હાલત ખૂબ જ જર્જરિત થઈ.. ક્યાંથી ભણશે ગુજરાત..? ક્યાંથી રમશે ગુજરાત?


બનાસકાંઠાના ભાભરમાં આવેલી આંગણવાડી કેન્દ્રની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઇ છે.. સરકારનાં દાવાને પોકળ ગણાવતી ભાભરના ખાડિયામાં આવેલા કોર્ડ નંબર 27 ની આંગણવાડી ખુબજ જર્જરિત હાલતમાં જોવા મળી..

આંગણવાડીનો મેઈન દરવાજો તૂટેલી હાલતમાં છે. જેના કારણે રાત દિવસ દરવાજો ખુલો હોય છે. જેથી રજાના દિવસે અહી ઢોર ઢાંખર અને અસામાજિક તત્વો અહી દારૂની મેહફીલ માણતા હોય છે.

જયારે નાના ભૂલકાઓ માટે અપાતું પીવાનું પાણી પણ દુર્ગન્ધ મારતું અને ડહોળું આવે છે. આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ અહી જીવના જોખમે અભ્યાસ માટે આવે છે.

બીજી તરફ નાના ભૂલકાંઓ માટે આંગણવાડી કેન્દ્રના મકાનની આજુબાજુમાં રાખવામાં આવેલો ખુલ્લો ચોક છે. જે ભૂલકાઓ માટે રમત ગમત માટે છે. ત્યાં પણ કાંટાળા બાવળ બોરડી જેવા ઝાડ ઝાંખર ઉગી ગયા હોવાથી ભૂલકાઓને રમત ગમતથી વંચિત રહેવું પડે છે.

આટ આટલી વિડમ્બણા હોવા છતાં સતાધિકારીઓને સાફ સફાઈ કરાવવાની કોઈ ફુરસદ જ નથી…કે શું ? આંગણવાડીના મકાનની આજુબાજુમાં ખુલ્લી જગ્યામાં એટલા ઝાડ ઝાંખર ઉગી ગયા નીકળ્યાં છે કે કોઈ ઝેરી જનાવર પણ તેમાં સહેલાઇથી રહી શકે છે.અને તે ઝેરી જનાવર કોઈ નાના ભૂલકાને કરડી ખાય તો જવાબદાર કોણ તેવા સવાલ ઉઠ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -