ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા બાલારામ મહાદેવના સાનિધ્યમાં અખિલ રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તા દ્રારા એક ચિંતન શિબિરનું વિશેષ રૂપથી યોજવામાં આવ્યું હતું.
આ શિબિરમાં સૌ પ્રથમ મહેમાનો દ્રારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યો હતો.ત્યારબાદ મહેમાનોનું ફૂલ હાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતનાં તમામ જિલ્લામાંથી આવેલા તમામ મહેમાનો દ્રારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ શિક્ષણમાં દિવસેને વધારો કરવામાં આવે અને દીકરીઓને શિક્ષણ પર વધુ ભાર મુકવામાં આવે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં અખિલ રાજપૂત સંઘ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર સર છે તેમ બનાસકાંઠા જિલ્લામાં પણ અંબાજીમાં રાજપૂત સમાજની દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તે માટે કન્યા શાળા બનાવની મંચ ભર જાહેરાત કરવામાં આવી હતી.

