26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મકરસંક્રાંતિ પર્વની મતવિસ્તારમાં કરી ઉજવણી


ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પોતાના મતવિસ્તાર થરાદના નાગરિકો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાતના તમામ નાગરિકોને ઉત્સાહભેર સલામતી સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને બાદ પ્રથમ ઉત્તરાયણ પર્વ આવ્યો છે. મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ મકરસંક્રાંતિનો પર્વ પોતાના મતદારો સાથે ઉજવ્યો હતો.

થરાદ શહેરના નાગરિકો વચ્ચે જઈ તેમણે આકાશમાં પતંગ ચગાવી હતી અને સ્થાનિક લોકો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિનો પર્વએ ગુજરાતની આગવી ઓળખ છે.

આજે ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું છે. લોકો ઉત્સાહભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -