29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

વીજ કરંટ લાગતા એકજ પરિવારના ત્રણ લોકોનાં મોત થતા ગામમાં ગમગીની


  • તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી હદયને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે.. વાલોડના મોરદેવી ગામે રહેતા ધીરુભાઈ ચૌધરી, પત્ની ક્રિષ્નાબેન, તેમજ પુત્ર દેવરામ શૈલેષ ચૌધરી પરિવાર સાથે રહેતા હતા. ધીરુભાઈના ખેતરમાં છેલ્લાં કેટલાક સમયથી જંગલી ભૂંડોનો સતત ત્રાસ હોવાને કારણે તેમણે પોતાના ખેતરમાં વાવેલા પાકને બચાવવા માટે ખેતરની ફરતે વીજ કરંટના તાર લગાવ્યા હતા. જેનું કનેક્શન ધીરુભાઈ ચૌધરીના ઘરમાંથી આપવામાં આવ્યું હતું. જે તારની સ્વિચ બંદ કરીને તેઓ પાણી વાળવા જતા હતા. પરંતુ મંગળવારે તેઓ તારની સ્વિચ બંધ કરવાનું ભૂલી ગયા હતા.જે બાદ તેઓ વહેલી સવારે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. જોકે એ સમયે વીજ લાઈન ચાલુ હોવાથી ભેજને કારણે તેમને વીજ કરંટ લાગ્યો હતો. ધીરુભાઈને વીજ કરંટ લાગવાની જાણ થતા બચાવવા માટે તેમના પત્ની ક્રિષ્નાબેન પણ દોડી ગયા હતા. જ્યાં તેમને પણ કરંટ લાગ્યો હતો.. ત્યારબાદ બાદ તેમને બચાવવા માટે દેવરામ દોડી ગયો હતો. તેમને પણ કરંટ લાગ્યો હતો. જે ઘટનામાં ત્રણેયને કરંટ લાગતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયુ હતું . એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થતા સમગ્ર મોરદેવી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -